ઋગ્વેદ – હેમલ નાણાવટી

ઋગ્વેદ – હેમલ નાણાવટી

500.00

Category: Tag:

Description

ઋગ્વેદ- આપણો છે, વાંચી તો જોવો …ઋગ્વેદ. નામ સાંભળતાં જ મોટા ભાગનાં લોકો અણગમા સાથે ચાલતી પકડે. કહેનારાનું માન સાચવવા માટે કોક વળી થોડુંઘણું સાંભળે, પરંતુ અધવચ્ચેથી સિફત પૂર્વક વાતનો વિષય બદલી નાખે. રસ પૂર્વક ઋગ્વેદ વિશેની વાતો સાંભળે એવો એકાદો જણો મળી જાય, તો સદભાગ્ય સમજવું. યુગો પહેલેથી અસ્પૃશ્યતાને અસ્પૃશ્ય ગણાવનારો ગ્રંથ આજે સ્વયં અસ્પૃશ્ય છે. ગ્રંથોમાં સૌથી મૂલ્યવાનનું આ અવમૂલ્યન એક કડવી વાસ્તવિકતા છે. આની પાછળનું કારણ શું હોઈ શકે?

શક્ય છે કે લોકોને ઋગ્વેદનું લખાણ લાંબુ અને ગૂઢ લાગતું હોય. આખી સિંધુ ખીણને સંસ્કૃત કરનારી સંસ્કૃત ભાષા જ આજે તિરસ્કૃત છે. કદાચ એ પણ એક કારણ હોય. કારણો ઘણાં હોઈ શકે છે, પણ સાહેબ અંતે તો ઋગ્વેદ “આપણો” છે. આપણે જ “આપણા”ને આપણાપણું નહીં આપીયે તો કોણ આપશે? આપણાથી અસ્પૃશ્ય થયેલાને કોણ સ્પર્શ કરશે?

બીજી બાજુથી જોઈએ, તો કાળક્રમે લોકોની રુચિ અને પરિસ્થિતિ પણ બદલાયાં છે. લોકોમાં લાંબાં અને ગૂઢ વાંચનની ટેવ નથી રહી, અને આજે કોઈ પાસે એટલો સમય પણ નથી. આજે લોકોને એવાંજ લખાણમાં રુચિ જાગે છે, કે જે રસપ્રદ, સરળ અને મુદ્દાસરનું હોય. આ પુસ્તકના લેખકે વાચકોની રુચિમાં આવેલાં આ પરિવર્તનને વાંચ્યું છે. વાચકની રુચિ જળવાઈ રહે, અને સાથે સાથે મૂળ મુદ્દો એનાં હૃદયમાં અકબંધ બંધ થાય એવી કાળજી સાથે આ પુસ્તક લખાયું છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “ઋગ્વેદ – હેમલ નાણાવટી”

Your email address will not be published. Required fields are marked *