સારથિ

સારથિ

199.00

સારથિ… યુદ્ધભૂમિમાં સમરાંગણની વચ્ચે રહીને પદડા પાછળની ભૂમિકા ભજવતો એક યોદ્ધો

SKU: Saarthi Category:

Description

સારથિ… યુદ્ધભૂમિમાં સમરાંગણની વચ્ચે રહીને પદડા પાછળની ભૂમિકા ભજવતો એક એવો યોદ્ધો, જેનું મહત્વ કદાચ એટલું ધ્યાનમાં લેવાયું નહિ હોય જેટલું લેવાવું જોઈએ. મહાભારતના યુદ્ધમાં પણ બે યોદ્ધા એવા હતા કે જેમણે પોતાના નિર્ણયો થકી સમગ્ર યુદ્ધના પરિણામોની સિકલ જ બદલી નાખી હતી. એક હતા શ્રીકૃષ્ણ અને એક હતા શલ્ય. સારથિ હંમેશા એક જ કાર્ય કરે છે, પોતાના અસવારના રથને સાચવીને તેને માર્ગદર્શન આપવાનું કે જેથી કરીને યુદ્ધમાં મહદંશે જીતને લગતા પરિણામો પોતાના પક્ષે આવે. શ્રીકૃષ્ણએ સમયાંતરે પોતાની ભૂમિકા ભજવીને સંભવામિ યુગે યુગે… સાબિત કર્યું છે પછી ચાહે તે ગીતાનો ઉપદેશ હોય, જયદ્રથ વધની ઘટના હોય કે ભીષ્મ પાછળ રથનું પૈડું લઈને દોડવું. એ તમામ પાસાઓ થકી તેમનો ઉદ્દેશ અર્જુનને આગળ લાવવાનો રહ્યો હતો. શલ્યે પણ ધર્મની સ્થાપના માટે અધર્મના પક્ષે રહીને પણ, કર્ણનો વધ થવા દીધો હતો. કહેવાનો અર્થ એ છે કે દરેક વ્યક્તિના જીવનમાં એક તો એવી વ્યક્તિ આવતી જ હોય છે કે જે તેના જીવનમાં સારી કે નરસી ભૂમિકા ભજવીને તેને રાહ દેખાડે છે, માર્ગદર્શિત કરે છે, જીવન જીવવાની અને સફળ થવાનું એક ચોક્કસ કારણ આપે છે પછી ભલે તે પ્રેમ થકી હોય કે નફરત થકી, માન થકી હોય કે ઘૃણા થકી.

સારથિ – એ મારા સાહિત્ય જીવનમાં મારું ત્રીજું પણ સૌથી મહત્વનું પુસ્તક છે. એટલા માટે કારણ કે આ ફક્ત મારી નહિ, મારા 30 લેખક અને કવિ મિત્રોની મહેનતનું પરિણામ છે. મે જ્યારે મારું પહેલું પુસ્તક ધેટ્સ વાય આઈ એમ ચેન્જ્ડ લોન્ચ કર્યુ એ વખતે એવી ઈચ્છા થઈ હતી કે જે રીતે મારા સારથિઓએ મારો હાથ પકડીને મને દુનિયા સમક્ષ લાવવામાં મદદ કરી છે એ જ રીતે હું પણ મારા સાથીમિત્રોને દુનિયા સામે રજૂ કરીશ. પાર્થ વાઢેરે ખબરપત્રી સુધી પહોંચાડ્યો તો ખબરપત્રી થકી મૌલિકભાઈ ભાવસાર અને હાર્દિકભાઈ દવેએ મને એક કોલમિસ્ત તરીકે રજૂ કર્યો. મારા લખાણમાં જો એક ટકો પણ વાસ્તવિકતા જણાતી હોય તો એના માટેની ક્રેડિટ હાર્દિકભાઈ દવેને જ જાય છે. નિરવભાઈએ હંમેશા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમના શબ્દો મારા સુધી પહોંચાડીને મને મારા સુધી રહેવામાં મદદ કરી તો વિઝનભાઈએ વી પબ્લિશર્સ થકી એક પુસ્તકના લેખક તરીકે દુનિયા સામે રજૂ કર્યો છે. આ સિવાય મારા મમ્મી, સ્વાતિબેન શાહનો આજીવન આભારી રહીશ આ સાહિત્યિક વારસો ભેટ આપવા બદલ.

રાજશ્રીએ તમામ લેખક અને કવિ મિત્રોના લેખોના સંકલનમાં અને પ્રિયલે માર્કેટિંગ અને એકાઉન્ટિંગમાં સહયોગ આપીને આ સારથિ રૂપી રથને તેની મંઝિલ સુધી પહોંચાડ્યો છે. એ બંનેનો પણ ખૂબ ખૂબ આભાર. કવરપેજ માટે જય પરમાર, વિશાલ બદ્રકિયા કે જેઓ આ જ પુસ્તકમાં સહલેખક તરીકે જોડાયેલા છે તેઓ પહેલા જ દિવસથી મુખપૃષ્ઠની ડિઝાઈનની તૈયારીમાં લાગી ગયેલા. તેમણે આપેલ કન્સેપ્ટને રાધિકા (ઉર્ફે દયાબેન)એ પોતાની મહેનતરૂપી રંગ અને નિષ્ઠીરૂપી પીંછી થકી જગૃત કરવાનું કાર્ય કર્યું છે. એ રંગીન ત્રિપુટીનો પણ આભાર.

તમામ લેખક અને કવિમિત્રો, આપ સૌ મા સરસ્વતીની કૃપા થકી સાહિત્યક્ષેત્રમાં અવ્વલ રહો એવી પ્રાર્થના. જીવનમાં જેમ જેમ આગળ જશો એમ એમ દરેક પ્રકારની વ્યક્તિઓ અને સંપર્કો મળશે. બધા જ પ્રકારની ચર્ચા અને તર્ક-વિર્તક થશે પણ એ તમામ બાબતો જ્યારે તમને પરેશાન કરે ત્યારે તેને એક સારથિની નજરે એકવાર જોજો. પરિસ્થિતિ પોતે માર્ગદર્શક બની જશે

પુસ્તકના નિર્માણમાં ભાગ લેનાર લેખકો અને કવિશ્રીઓ

 

 • અંકિતા મુલાણી રિચ થિન્કર
 • રાજશ્રી સાગર ચિન્મયી
 • દેવમ્ સંઘવી તત્વમ્
 • હેના પઠાણ
 • દિશા શાહ
 • ઈનલ
 • અક્ષય ધામેચા અક્ષ
 • જય પરમાર
 • જાગૃતિ કૈલા
 • બુરહાન કાદિયાણી
 • ચેતના ભાટિયા
 • વિશાલ બદ્રકિયા અલખ
 • હાર્દિક મકવાણા હાર્દ
 • કિંજલ પટેલ કિરા
 • પ્રતિભા સંગાડા નિહારિકા
 • ક્રિષ્નાબેન પટેલ
 • નિયતિ અંધારિયા
 • આનલ વાઘેલા
 • પારસ સાકરિયા સ્પર્શ
 • રજનીબાળા માલીવાડ
 • કૈવન શાહ
 • અમિત હિરપરા
 • શમીમ મર્ચન્ટ શમા
 • સ્નેહા પરમાર સ્નેહ
 • ભાવિક શ્રીમાળી
 • સૃષ્ટિ ગાંધી
 • દિવ્યા પટેલ આશકા
 • કિશોરસિંહ જાડેજા અદભુત
 • શૈલેષ ઠક્કર
 • હિરલ જગડ

Reviews

There are no reviews yet.

Be the first to review “સારથિ”

Your email address will not be published. Required fields are marked *