Description
A book by Shilpa Shah
એક વ્યક્તિ તરીકે મને હંમેશા એવું લાગતું કે માણસે વાંચવું હોય કે જાગૃતિ કેળવવી હોય તો વાંચન બે પ્રકારનું હોવું
જોઈએ. એક એવું કે જેનાથી મન અને આત્મા તંદુરસ્ત થાય અને બીજું એવું કે જેનાથી શરીર સ્વસ્થ રહે. શરીરને
સ્વસ્થ રાખવા તેની રચના સમજવી પડે, તેને સ્વસ્થ રાખતા પ્રાકૃતિક નિયમોની જાણકારી મેળવી, યથાર્થ આચરણ કરવું
પડે. જ્યારે મન અને આત્માની તંદુરસ્તી માટે ધર્મ, કર્મ જેવા મૂલ્યવાન ખ્યાલો અને નીતિમત્તાની જાણકારી મેળવવી
પડે. કેમ કે મનુષ્ય જીવનના ચાર મુખ્ય પુરુષાર્થ ધર્મ, અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ તન, મન અને આત્માના સંપૂર્ણ
આરોગ્ય વગર શક્ય જ નથી. માનવશરીર ઈશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે, જેના દ્વારા આ ચારેય પુરુષાર્થની પ્રાપ્તિ
કરવાની છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તમામ માટે મનુષ્યશરીર ઉત્તમ સાધનની ગરજ સારે છે. સાધન જેટલું
શક્તિશાળી એટલી ધ્યેયપ્રાપ્તિ સરળ. તન, મન અને આત્માની તંદુરસ્તીની આવી સમજ મારા મનમાં હોવાને કારણે મે
પ્રથમ ધર્મ, ધર્મની જીવનમાં ઉપયોગિતા અને ધર્મની વૈજ્ઞાનિકતા જેવા વિષય અંતર્ગત ત્રણ પુસ્તકો લખ્યા જેના નામ છે
“વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ધર્મની સાચી સમજ”, ’મોહનાશથી મોક્ષ સુધીનું જીવનશાસ્ત્ર‘ , ‘ જૈનધર્મનો વૈજ્ઞાનિક અભિગમ ‘ અને
હવે આ ચોથું પુસ્તક “આરોગ્ય અને આયુષ્ય”
Reviews
There are no reviews yet.